Wednesday 3 July 2013

ગુજરાતનાં મ્યુઝિયમો

ગુજરાતનાં મ્યુઝિયમો

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.


(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
 

(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
 

(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
 

(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
 

(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
 

(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.
-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
 

(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.
 

(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
 

(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
 

(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
- આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
 

(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
 

(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
- આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
 

(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.
-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
 

(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.
-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.
 

(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.
 

(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.
-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
 

(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.
- તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
 

(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
- આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.
 

(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
 

(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.
 

(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.
 

(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

રાજકોટ જીલ્લા બદલી નો પરિપત્ર

Wednesday 26 June 2013

પુસ્તક ડાઉનલોડ

નમસ્કાર,પુસ્તક ડાઉનલોડ
આ પેજ પર ગુજરાતી સાહિત્ય, ધર્મ, બાળવાર્તાઓ, નવલકથા, નાટકો, કાવ્યસંગ્રહો,  તેમજ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં  (PDF) ગુજરાતી પુસ્તકોની – વેબસાઈટની લીંક મુકવામાં આવશે.  નીચેની તમામ વેબસાઈટ અને બ્લોગ પરથી આપ પુસ્તક ડાઉનલોડ કરી શકશો.  કરવા અને જે તે વેબસાઈટ પર જવા માટે જે તે નામ પર ક્લિક કરો.

(૦૧) અક્ષ્રરનાદ

(૦૨) આનંદ-આશ્રમ

(૦૩) ભજનામૃતવાણી

(૦૪) દાદા ભગવાન

(૦૫) જૈન ઈ-લાઈબ્રેરી

(૦૬) આત્મધર્મ

(૦૭) વીતરાગ-વાણી

(૦૮) ઋષિ ચિંતન (ક્રાંતિકારી પુસ્તકાલય)

(૦૯) સ્વર્ગારોહણ

(૧૦) સ્વામી સચ્ચિદાનંદજી

(૧૧) પુસ્તકાલય

(૧૨) રીડ ગુજરાતી

(૧૩) માવજીભાઈ

(૧૪) ગદ્યસૂર

(૧૫) દાવતે ઇસ્લામી

(૧૬) જાનકી

(૧૭) જીવનશૈલી

(૧૮) સબરસગુજરાતી

(૧૯) રામકબીર

(૨૦) શાળા સેતુ

(૨૧) ઓ-કાન્હા (શબ્દપ્રીત)

(૨૨) પ્રવચન પ્રકાશન

(૨૩) હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

(૨૪) બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા

(૨૫) ગુજરાત માહિતી ખાતું

(૨૬) પંચાયત વિભાગ : ગુજરાત રાજ્ય

(૨૭) સુરેશ લિમ્બાચીયા

(૨૮) ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.

(૨૯) સ્વામી રામસુખદાસજી

(૩૦) વેબગુર્જરી

(૩૧) ગીર ફાઉન્ડેશન

(૩૨) એકત્ર બુક્સ

Friday 22 March 2013

સંક્ષેપાક્ષરોની યાદી


સંક્ષેપાક્ષરોની યાદી
  1. A.I.E. ઓલ્ટરનેટિવ એન્ડ ઈનોવેટીવ એજ્યુકેશન
  2. A.S. ઓલ્ટરનેટિવ સ્કુલિંગ
  3. B.R.C. બ્લોક રીસોર્સ સેન્ટર
  4. B.R.C.C બ્લોક રીસોર્સ સેન્ટર કો-ઓર્ડીનેટર
  5. C.R.C ક્લસ્ટર રીસોર્સ સેન્ટર
  6. C.R.C.C. ક્લસ્ટર રીસોર્સ સેન્ટર કો-ઓર્ડીનેટર
  7. D.P.E.P ડીસ્ટન્સ એલિમેન્ટરિ એજયુકેશન પ્રોગ્રામ
  8. D.I.E.T. ડીસ્ટ્રીક્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજયુકેશન એન્ડ ટ્રેનિંગ
  9. D.I.S.E ડીસ્ટ્રીક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજયુકેશન
  10. DPEP ડીસ્ટ્રીક્ટ પ્રાઇમરી એજયુકેશન પ્રોગ્રામ
  11. DPO ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફીસ
  12. EC એક્ઝીક્યુટીવ કમિટિ
  13. ECCE અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજયુકેશન
  14. ECE અર્લી ચાઇલ્ડહૂડ એજયુકેશન
  15. E.E. & L એલિમેન્ટરિ એજયુકેશન એન્ડ લિટરસી
  16. EGS એજયુકેશન ગૅરન્ટી સ્કિમ
  17. EMIS એજયુકેશનલ મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ
  18. GC જનરલ કાઉન્સિલ
  19. GOI ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા
  20. ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કિમ
  21. IED ઇન્ટિગ્રેટેડ એજયુકેશન ફોર ડિસએબલ્ડ
  22. MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ
  23. MIS મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ
  24. MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ
  25. MTA મધર ટીચર્સ એસોશીયેશન
  26. NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ
  27. NCTC નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એસોશીયેશન
  28. NER નેટ એનરોલમેન્ટ રેશિયો
  29. NGO નોન ગવર્મેન્ટ ઑર્ગનાઇઝેશન
  30. NIEPA નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજયુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
  31. NPE નેશનલ પોલિસી ઓન એજયુકેશન
  32. PMIS પ્રોજેક્ટ મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ
  33. PRI પંચાયતી રાજ ઇન્સ્ટીટ્યુટ
  34. PTA પેરન્ટ ટીચર્સ એસોશીયેશન
  35. SCERT સ્ટેટ કાઉન્સિલ ઓફ એજયુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ
  36. SIEMT સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજયુકેશન મૅનેજમેન્ટ એન્ડ ટ્રેનિંગ
  37. S.I.S સ્ટેટ ઇમ્પ્લિમેન્ટેશન સોસાયટી
  38. S.D.P સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર
  39. S.P.O. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ
  40. S.S.A સર્વ શિક્ષા અભિયાન
  41. S.T. શિડ્યુલ્ડ કાસ્ટ
  42. TLC સંપૂર્ણ સાક્ષરતા અભિયાન
  43. TLE ટીચિંગ લર્નીંગ ઇક્વિપમેન્ટ
  44. TLM ટીચિંગ લર્નીંગ મટીરીયલ
  45. TOR ટર્મ્સ ઓફ રેફરન્સ
  46. UEE યુનિવર્સાલાઇજેશન ઓફ એલિમેન્ટરિ એજ્યુકેશન
  47. VCWC વિલેજ સિવિલ વર્ક્સ કમિટી
  48. VEC વિલેજ એજ્યુકેશન કમિટી
  49. WEC વૉર્ડ એજ્યુકેશન કમિટી
  50. smc સ્કૂલ મેનેજ્મેંટ કમિટી

Monday 11 March 2013

CPF કપાત ઓનલાઈન

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો. 

પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                    https://cra-nsdl.com/CRA/

પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં 
                   બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ 
                   પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ 
                   વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી


WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી - From- Ravindra sarvaiya

WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
        ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.for download wine go here—